Posted by: vmbhonde | नोव्हेंबर 29, 2009

અધ્યાત્મિક ભારતના ભેખધરો

અધ્યાત્મિક ભારતના  ભેખધરો
 ભારતમાતાના ખોળે અનાદી કાળથી અગણિત ધાર્મિક/ અધ્યાત્મિક સંત મહાત્માઓએ જન્મ લિધો છે. જે તે સમયના સમાજના જાગરણમાટે તેઓએ  નિરંતર પ્રયાસો કર્યા છે. પારતંત્ર્યના કાળમાં જયારે મુસલમાનોનું રાજય હતું ત્યારે પણ પુરા ભારત વર્ષમાં ગણાય નહી એટલા સંતોનો પ્રાદુર્ભાવ થયો અને જેથી મુસલમાનોના ધાર્મિક અને સાંસ્કૃતિક આક્રમણોને ખાળી શકાયા. એકલા મહારાષ્ટ્રનીજ વાત કરીએ તો એમા સંત રામદાસ, સંત નામદેવ, સંત તુકારામ, સંત જ્ઞાનેશ્વ્વર જેવા કેટલાય નામી અનામી સંત પુરુષોએ સમાજને સાંત્વન આપ્યુ, એમા નવો પ્રાણ ફુકયો જેથી કરીને હિન્દુ ધર્મની મશાલ જાગતી રહે. ભારતમાના બધાજ પ્રદેશોએ આવા પ્રકારની ધાર્મિક/અધ્યાત્મિક ક્રાંતી અલગ અલગ સદિઓમાં અનુભવી છે.  પુરા ભારત વર્ષને જાગૃત કરવામાં છેલ્લી કડી હતી સ્વામી વિવેકાનંદ, રામતીર્થ, રમણ મહર્ષી અને મહર્ષી અરવિંદની. ૧૯૫૦ માં થયેલ મહર્ષી અરવિંદની મહાસમાધિ પછી પણ આ સાંકળ તુટી નથી. જુદા જુદા પ્રદેશોમાં જીલ્લા સ્તર સુધી આવા કેટલાય ભેખધારીઓ ધુણી લગાવી બેઠાં છે અને જેમના પ્રત્યેની આસ્થાના લિધેજ આપણો હિન્દુ સમાજ હજીપણ ટકી રહયો છે – નવપલ્લવિત થઈ રહયો છે.

 ગયા ૨૦-૨૫ વરસથી ધાર્મિક/અધ્યાત્મિક  ક્રાંતિનો જુવાળ ઊભો કરવામાં જેમનો મહત્વનો ફાળો રહયો છે એવા કેટલાય  સાધુ સંતોનો અને એમની સંસ્થાના કાર્યોનો પરિચય કરી આપવાનો  એક નમ્ર પ્રયાસ અમે વિચાર્યો છે. ઘણા બધા મહાત્માઓમાંથી કેટલાક જેવા કે સ્વામી ચિન્મયાનંદજી, સ્વામી શિવાનંદજી, સત્ય શ્રી સાઈબાબા, આચાર્ય શ્રીરામ શર્માજી, પૂ. પ્રમુખસ્વામી મહરાજ, સ્વામી દયાનંદ સરસ્વતી, શ્રી શ્રીરવિશંકરજી, શ્રી પાંડુરંગશાસ્ત્રી આઠવલે, પ્રજાપિતા બ્રમ્હાકુમારી, શ્રી મોરારી બાપુ, માઁ અમૃતાનંદમયી દેવી, શ્રી આસારામ બાપુ, સ્વામી રામદેવ બાબા – જેમણે ભારતમાં લાખો લોકોને ઘેલું લગાડયું અને પોતાની સંસ્થાઓ થકી સમાજ સેવાનું આજીવન વ્રત લિધુ – તેઓના પરિચયનો આ પ્રયાસ આપ સૌ ને ગમશે એવી આશા છે. આવા મહાનુભાવો  તથા અવતારપુરુષોવિશે કઈંક લખવા માટે અમે ખુબજ નાના છિએ, તેમ છતાં આ મહાસાગરને એક બિંદુ અર્ઘ્ય તરીકે અર્પણ કરીએ છિએ.  અમારી પૂજા સ્વિકાર થાઓ એવી પ્રાર્થના.
                                                                                                    (વિલાસ ભોંડે)         દિ. ૫-૧૧-૦૯


तुमचा अभिप्राय नोंदवा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / बदल )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / बदल )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / बदल )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / बदल )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: