Posted by: vmbhonde | जुलै 3, 2009

નિવૃત્તિ પછીનું જીવન

 

 retirement-happy

 

100_0326

૫૮ કે ૬૦ વરસે નિવૃત્તિનો સમય આવે એટલે ઘણાં લોકોના હૃદયના ધબકારા ચુકી જાય છે.  હવે શું કરવું એ એક મોટો સવાલ નજર સમક્ષ ઉભો રહે છે. સાચેજ પોતાના કુટુંબીજનો સાથે ગયા ત્રીસ-ચાલીસ વરસમાં જેટલો સમય કાઢયો હતો તેના કરતા વધારે સમય આપણે ઓફીસમાં વિતાવીએ છીએ. નિવૃત્તિ પછી એક પ્રકારનો શુન્યાવકાશ આપણાં જીવનમાં આવ્યો હોય એવુ લાગે છે. પણ જેવી રીતે જન્મ્યા પછી મૃત્યુ અટળ છે તેવીજ રીતે નોકરી પછી નિવૃત્તિ ચોકકસ છે. મનમાં આ ગાંઠ બાંધેલી હોય તો આપણે પોતાને સાંભાળી શકીએ છીએ અને કોઇ રચનાત્મક કામમાં જોડાઇ શકીએ છીએ.
માટે નિવૃત્તિ પછીના જીવન વિશેની વિચારણા પહેલેથીજ કરવી જોઇએ. ઘણા લોકો ફકત નોકરી કરતા હોય છે. સાથે પોતાને મનગમતી બીજી કોઇ પ્રવૃત્તિમાં મન રાખતા નથી. પોતાના કુટુંબને છોકરાઓને જેટલો સમય ફાળવવો જોઇએ તેટલો આપતા નથી. જેનાથી નિવૃત્તિ પછી કુટુંબીજનો સાથે તેઓ મનમેળાપ સાધી શકતા નથી અને પોતાને એકલા અટુલા પડી ગયા હોય એમ માને છે. પોતાના બધાજ શોખ જેવાકે ફરવું, મિત્રોને મળવું, સંગીત સાંભળવું, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરવી, કેટલીક ધર્માદા સંસ્થાઓમાં પોતાનું યોગદાન આપવું વિગેરે બધુજ નોકરીના બોજા હેઠળ દબાઈ જતુ હોય છે અને છેલ્લેસુધી કુટુંબના ભરણપોષણ પાછળ પૈસા પૈસા કરવામાંથીજ આપણે ઉંચા આવતા નથી. ચોકકસ કેટલા પૈસા કમાવીએ તો પુરતા થાય આ સવાલનો જવાબ જીવનભર મળતો નથી.
દુનિયામાં બધેજ દુઃખ, સ્ટ્રેસ, ટેન્શન, ઝઘડા, વિગેરે કેમ છે ? સાસુ-વહુ, પતિ-પત્ની, ભાઇ-ભાઇ, માલિક-મજદુર તેમજ દેશો વચ્ચે ઝઘડા, આતંકવાદ, આ બધામા એવુ નથી લાગતુ કે આપણે એક ખુબ મહત્વની વસ્તુ ભૂલી જતા હોઇએ છીએ. અને એ છે “પ્રેમ”. માં ના નિષ્પાપ-નિરપેક્ષ-નિર્વ્યાજ પ્રેમનો અનુભવ આપણે બધાજ કરીએ છીએ પણ વ્યવહારમાં એ કયાય ઉપયોગમાં લાવતા નથી. મને લાગે છે નિવૃત્તિ પછી માણસે બધાને જ પ્રેમ કરતા શિખવું જોઇએ. જે વાવીએ તે મળે આ ન્યાયે જેટલું આપણે આપશું તેટલું પામશું. જેમ પર્વત ઉપરથી જે બોલીએ તેનો પ્રતિધ્વનિ મળે છે તેમજ જીવનમાં આ યાદ રાખવું પડે કે આપણને જે જોઇએ તે આપતા શીખીએ.
કેટલા બધા લોકો જુદી જુદી રીતે સેવાની પ્રવૃત્તિઓ ચલાવતા હોય છે. આપણી આજુબાજુમાં આવા અસંખ્ય ઉદાહરણો મળશે. સમાજમાં પૈસા આપવાવાળા તો ધણા હોય છે. પણ એમને પણ પ્રામાણિક-સેવાભાવી માણસો મળતા નથી. શું આપણે આવી કોઇ પ્રવૃત્તિમાં ન જોડાઇ શકીએ ? બાળપણ રમવામાં ગયું, યૌવન આનંદ પ્રમોદમાં ગયું અને હવે વૃદ્ધત્વ આવ્યા પછી રડવાનો કોઇ મતલબ છે ખરો ?
કબીરના આ દોહાનુ મર્મ આપણે જાણીએ તો ચોક્કસ જીવન સફળ થશે.
જબ હમ પેદા હુએ, જગ હસે હમ રોએ,
ઐસી કરની કર ચલો, હમ હસે જગ રોએ.

  આ સાથે કેટલાંક સુચનો આપેલ છે, તેનો ઉપયોગ થાય એવી અપેક્ષા.

       વિલાસભાઇ ભોંડે – વડોદરા
        ૨૪-૪-૦૯

નિવૃત્તિ પછીનું જીવન – કેટલાક સૂચનો

* કુટુંબ સાથે જોડાવવું.
 *પોતાના કામો જાતે કરવા.
 *પત્નીના રોજીંદા કામોમા હસ્તક્ષેપ ન કરવો, મદદ કરવી.
* છોકરાઓના જીવનમાં માથુ નહી મારવું. એમની પાસે કશું માગવું નહી પણ આપવું.
 *પૌત્ર-પૌત્રીઓને સાચવવું  રમવું  રમાડવું.
* ઘરમાં બધાની સાથે ઙદ્રુજુસ્ત્ થવું.
 *પ્રેમ આપીએ તો પ્રેમ મળશે.

 #હળવા આસનો કરવા- કસરત કરવી. ચાલવા જવું. પહેલુ સુખ તે જાતે નર્યા.
 #સંયમિત (શારીરિક, માનસિક, આર્થિક)જીવન જીવવું.
# જીભ ઉપર સંયમ (બોલવામાં-ખાવામાં) રાખવો.
 #માગ્યાવગર સલાહ ન આપવી, વાદવિવાદ ટાળવા.
 #બાગકામ (ઘરમાં) કરવું. ઘરમાં ભગવાનની સેવા-પૂજા કરવી.
 #સારૂં વાંચન કરવું. કવિતા, ગદ્ય લખાણ પણ કરવું.
 #સિનીયર સિટીઝન કલબ, લાફીંગ કલબ, ભજન મંડળીમાં જોડાવવું.
 #ઇન્ટરનેટ ઉપર સારા મેઇલ વાંચવા બીજાને મોકલવા.
 #થોડું દાન કરવું. મંદીરોની બહાર ગરીબોને ખવડાવવું.
 #પર્યટન – ધાર્મિક સ્થળોએ ફરવા જવું.

@ ધણી ધાર્મિક સેવાભાવી સંસ્થાઓમાં કામ કરવાવાળા પ્રામાણિક માણસોની જરૂર હોય છે, તેમાં જોડાવવું.
 @છોકરાઓને ફ્રી ભણાવવું. ટયુશન્સ કરવી – મદત માટે જુદા જુદા કોર્સીંસ માટે માર્ગદર્શન આપવું.
 @હોસ્પીટલમાં દર્દીઓને મળવું. મદદ કરવી. 
 @તાને ગમતા વિષય માટે પણ કામ કરવું જેવા કે સંગીત, નાટય, ઇતિહાસ, સંસ્કૃત, સંસ્કૃતિ, સહકારી સંસ્થા, વિજ્ઞાન, ઉદ્યોગ, શિક્ષણ, સ્વાસ્થ, વ્યાયામ વિગેરે.

>પોતાની આર્થિક વ્યવસ્થા સાચવવી. 
> જીવીએ ત્યાં સુધી આપણને પુરતા પૈસા મળી રહે એ જોવું. 
> બધાજ પૈસા શેર માર્કેટમાં નહી નાખવા, થોડા મ્યુચ્યુઅલ ફંડ અને તેથી વધારે બેંકોમાં મુકવાં જેથી નિયમિત આવક મળી રહે તે જોવું.

$ અત્યાર સુધી નોકરી માટે જીવ્યા, હવે પોતાને માટે તેમજ સમાજ માટે જીવવું.
 $પુરતો આરામ લેવો, પણ આલસી ન થવું. મનને કશાકમાં પરોવી રાખવું, કારણ empty mind is devil’s workshop.
$ જીવનના અંતિમ ક્ષણ સુધી પ્રવૃત્તિમય રહેવાનો પ્રયત્ન કરવો.

 ~Last but not the least

 ~પોતાની જાતને ઓળખવા માટે પ્રયત્નો કરવા.
 ~ધ્યાન થકી આત્મસાક્ષાત્કાર કરવાનો પ્રયાસ કરવો.
વિલાસભાઇ ભોંડે – વડોદરા
    ૨૪-૪-૦૯


Responses

 1. saras article i want 2 read u r all article

 2. Got some very useful tips for the retirement. I will try to implement those when my time for retirement comes. Thanks Vilas.

  • thanks for the appreciation

 3. very good

 4. Very good tips on the subject of After Retirement. I appreciate the tips and follow 80% of them. You can enjoy your after retirement life by helping your family especially your wife in her day-todays work as she never gets retired from her domestic work. After retirement you have lot of time to make your life enjoyable.

 5. Excellent and very much adoptable for retired seniors like me !!
  Thanks for your such valued advice!

  • thanks for the comments


प्रतिक्रिया व्यक्त करा

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  बदला )

Google photo

You are commenting using your Google account. Log Out /  बदला )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  बदला )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  बदला )

Connecting to %s

प्रवर्ग

%d bloggers like this: